ખેડા – આણંદ જીલ્લા લીમ્બચ સેવા પરિષદની સ્થાપના વડતાલ એવા પવિત્ર યાત્રા ઘામમાં શ્રી વિપીનભાઈ મણીભાઈ વાળંદના આમંત્રણ ને માન આપી સને ૧૯૯૮ના તારીખ ૧-૧૧-૧૯૯૮ના સવારે ૯-૩૦ વાગે લક્ષ્મીનારાયણ હાઇસ્કુલના હોલમાં થયેલ તેના અધ્યક્ષ સ્થાને સ્વ. શ્રી કાંતિભાઈ એસ. વાળંદ મોટા નવ ગામના પ્રમુખ નેતૃત્વ હેઠળ તે સમક્ષના ચાલીસ જુથતા આગેવાન શ્રી હર્ષદભાઈ ચી. પારેખના પ્રમુખ પણ હેઠળ યોજવામાં આવેલ… બંધારણના ઘડતરમાં શ્રી કાંતિભાઇ એસ. પારેખ તથા જૈઠાભાઇ બેચરભાઇ પારેખ અને શ્રી બીપીનભાઈ મણીભાઇ તથા શ્રી જયંતિભાઇ પારેખ, તથા શ્રી મણીભાઇ બેચરભાઇ પારેખ, ચંદુભાઈ શર્મા, હર્ષદભાઈ સી. પારેખની કમિટી બનાવેલી. તેમાં દરેક જુથના જુથવાર પ્રતિનિધિશ્રીની ઉપસ્થિતિમાં આ સંસ્થાના શુભ શરૂઆત થઇ પ્રથમ પરિષદ ના પ્રમુખ શ્રી જૈઠાભાઇ વી. પારેખ મહામંત્રી ક્નુભાઇ અંબાલાલ વાળંદ ખજાનચીશ્રી ચીમનભાઈ ડી. શર્મા હતા. જેમા વર્ષની મુદત પુરી થતા પ્રમુખ તરીકે એડર્વોડેટ વિજયભાઇ પી. શર્મા અને મહામંત્રી રાજૈન્દ્રે પ્રસાદ એમ. શર્મા કે જેઓ બે ટર્મ રહ્યા. તે દરમિયાન સંસ્થા તેની પ્રગતિ કરતી રહી દર વર્ષે ઈનામ વિતરણ અને બંધારણના ઉદેશ પ્રમાણે સંસ્થા બધા જુથના સહકારથી પ્રગતિ કરતી રહી અને નોંધ લેવા જેવી છે ડે સતત બે વર્ષ સુધી ઈનામ વિતરણ અને નુટભાઈ એમ. પરીખ ઠે ભોજન અને હોલની વ્યવસ્થાનો બધો જ ખર્ચ ઉઠાવ્યો અને આમ આ સંસ્થા યુવામેળા શિક્ષણ અંગેના કાર્યક્મો કરતી રહી… દરેક જુથઅને પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો પરિષદ સતત મજબૂત કરવામાં સહકાર આપતા રહ્યા દાતાઓ તેમની દાનની ભેટો આપી સંસ્થાને વધુ મજબુત કરી અને આજે આ સંસ્થા ૧૨ વર્ષથી સારી પ્રગતિ કરી (સમાજના) ખેડા આણંદ જિલ્લાનું સંગઠન વધારી બધા જૂથોને સાથે રાખી સંપ અને સહકાર અને સંગઠન સારૂં એવું કરી શકી છે. આશરે બે હજારથી વધારે વિદ્યાર્થીઓનું ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરેલ છે. હાલ આ બીજા યુવા મેળામાં પણ સર્વે જુથો તથા હોદ્દેદારો તથા ટ્રરટઓં, કારોબારી, તથા મહાસંમિતિ નો સહકાર અવિરત ચાલુ છે હાલ ચોથા પ્રમુખશ્રી હર્ષદભાઇ સી. પારેખ, મહામંત્રી હરિસભાઇ પારેખ તથા ગુણવંતભાઈ એ. તાળંદ તથા અધ્યક્ષ પુનમભાઈ પારેખ તથા કારોબારી મહાસમિતિ તથા પ્રમુખો, મંત્રી , ખજાનચીઓં સર્વેનો સહકાર મળતો રહ્યો છે. આ યુવામેળાના ચેરમેન અને વાઈસ ચેરમેન, મંત્રીશ્રી સફળ કરી રહ્યા છે.